0 +
એલ્યુમની

ઉત્કર્ષ વિદ્યાલય એલ્યુમની એસોસિયેશન

ઉત્કર્ષ વિદ્યાલયના એલ્યુમનીઓએ વિવિધ ક્ષેત્રોમાં સફળતાના ઊંચા શિખરો સર કર્યા છે, જેનો અમને ગર્વ છે. અમે અમારા એલ્યુમનીઓને તેમના જૂના સહપાઠીઓ સાથે ફરીથી જોડાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, શાળાના તાજેતરના સમાચાર અને કાર્યક્રમોથી તેમને અવગત રાખીએ છીએ તથા તેમને નેટવર્કિંગ અને વ્યાવસાયિક વિકાસની તકોમાં સાંકળીએ છીએ. અમારા એલ્યુમનીઓના નેટવર્કના એક સભ્ય તરીકે તેમને વિવિધ લાભ અને સેવાઓ સુલભ બનાવવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ છેઃ

01

રીયુનિયન અને સ્નેહમિલન

રીયુનિયન અને એલ્યુમની સ્નેહમિલન સહિતના શાળાના કાર્યક્રમોમાં આમંત્રણ

02

જોડાણ સાધવાની તક

વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગોમાં કામ કરતાં એલ્યુમનીઓ સાથે જોડાણ સાધવાની તકો પૂરી પાડવી.

03

વર્તમાન વિધાર્થીઓના જીવનમાં ફેરફાર

અમારા વર્તમાન વિધાર્થીઓના જીવનમાં ફેરફાર આવી શકે તેવી ઉદાહરણ રૂપ સેવા માટે અમે એલ્યુમનીઓને તક આપીયે છીએ

એલ્યુમનીઓના
  • પ્રશંસાપત્રો

ઉત્કર્ષ વિદ્યાલયનો વિદ્યાર્થી હોવાનું મને ગર્વ છે. 20 વર્ષની સેવા પૂરી કર્યા બાદ વર્ષ 2003માં હું ઇન્ડિયન એર ફૉર્સમાંથી જુનિયર વૉરન્ટ ઑફિસરના પદેથી રડાર એન્જિનીયર તરીકે નિવૃત્ત થયો છું. મારી શાળાને કારણે જ હું આત્મવિશ્વાસ અને સફળતાની કેડી પર આગળ વધી શક્યો અને તેણે મને મારા જીવનના દરેક સપના સાકાર કરવા માટે પ્રેરિત કર્યો.

રાકેશકુમાર દેસાઈ

બેચ: 1977-78

હું રેકોર્ડ્સ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેટર (યુ.કે) તરીકે કામ કરી રહી છું અને ઉત્કર્ષ વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હોવાનો મને હંમેશા ગર્વ રહ્યો છે. તેના અદભૂત શિક્ષકોએ અમને શિક્ષણ પૂરું પાડવાની સાથે-સાથે જીવનના અનેક મૂલ્યવાન પાઠ પણ ભણાવ્યાં હતાં. અહીં મારા અનેક સારા મિત્રો પણ બન્યાં, જેઓ આજની તારીખે પણ મારી સાથે જોડાયેલા છે.

કાજલ

રેકોર્ડ્સ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેટર (યુ.કે) બેચ: 1993-94

અમારી પ્રિય ઉત્કર્ષ સ્કુલ પ્રત્યેની કૃતજ્ઞતા હું શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. અમે આજે જે કંઈ પણ છીએ તે અમારી સ્કુલને આભારી છે. તમારો ખૂબ-ખૂબ આભાર.

ડૉ. પ્રણવ ત્રિવેદી

કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન બેચ: 1999-2000

મને સમગ્ર શાળા જીવન દરમિયાન ઉત્કર્ષમાં ભણવાનું સૌભાગ્ય મળ્યું છે. મારી શાળાએ મને એક 4 વર્ષની જિજ્ઞાસુ બાળકીમાંથી આત્મવિશ્વાસથી ભરપૂર કિશોરી બનવામાં દરેક પ્રકારે મદદ કરી હતી. તમામ શિક્ષકો અને તેમણે અમનો જે મૂલ્યો શીખવ્યાં હતાં, તેના માટે હું તેમની ખૂબ જ ઋણી છું. મને અહીં આજીવન સાથ આપનારા મિત્રો મળી રહ્યાં. મોટા થયાં પછી મને એ વાતની પ્રતીતિ થઈ કે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર પણ કેટલું ધ્યાન આપવામાં આવતું હતું, જેથી કરીને અમને અમારી ક્ષમતાઓ ઓળખવામાં મદદ મળી રહે. તેમણે મને આત્મવિશ્વાસથી વિશ્વનો સામનો કરવાની હિંમત આપી છે. ઉત્કર્ષ વિદ્યાલયે મને જે કંઈ પણ આપ્યું તેના માટે હું તેની હંમેશા આભારી રહીશ.

નૈસર્ગી શાહ

બેચ: 2016-17

હું નિશીતભાઇ દેસાઇ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૧૦ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છુ. મને મારી શાળા પ્રત્યે ખૂબજ ગર્વ અને માન છે. અત્યારે હું જે કંઇ છું તે ઉત્કર્ષ વિદ્યાલયના શૈક્ષણિક કાર્ય અને ખાસ કરીને સહઅભ્યાસ પ્રવૃત્તિને કારણે છુ. હું હંમેશા ઉત્કર્ષ વિદ્યાલયનો ઋણી રહીશ

નિશીતભાઇ દેસાઇ

બોર્ડ મેમ્બર -નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા બેચ: 1977-78

હું અપર્ણા કિરણ આઠલે (દેહાડે) ઉત્કર્ષ વિદ્યાલય ની ૧૯૭૭-૭૮ ન્યુ s.s.c. ની સૌ પ્રથમ બેચની ભૂતપુર્વ વિદ્યાર્થીની રહી ચૂકી છું. અહીં મને સંપૂર્ણ વિકાસની તક સાંપડી. ભણતર, ગણતર, વ્યાયમ, શારીરિક શ્રમ, સંગીત નૃત્ય, ગરબા, જાતજાતની રમતો, ચિત્રકામ પર્યટન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું સંસ્મરણ આજે પણ તાજું છે. જેના થકી જીવનઘડતરના તમામ ગુણો મારામાં ખીલ્યાં. ઉત્કર્ષ વિદ્યાલય માંજ ૧૯૮૫ થી ૨૦૨૦ સુધી શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષિકા તરીકેની સેવ બજાવીને નિવૃત્ત થાઇ. દીર્ધકાળ સુધી સંસ્થા સાથે આત્મીયસભર નાતો રહ્યો છે અને રહેશે.

અપર્ણા આઠલે

નિવૃત્ત શિક્ષિકા, (રસાયણ વિજ્ઞાન ઉ.મા.વિ.)- ઉત્કર્ષ વિદ્યાલય બેચ: 1977-78

નર્સરીથી ધોરણ-૧૨ વિ.પ્ર. સુધીના મને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મારામાં રહેલ આંતરિક શક્તિઓને ઓળખીને તેને વિક્સીત કરવાની અતિ ઉપયોગી તકો પ્રાપ્ત થઇ. મારી કારકિર્દીના મુકામ પર પહોંચવામાં મારી શાળાનો અમૂલ્ય ફાળો છે.

કેપ્ટન ભાવિકા શાહ

ફ્લાઇંગ પયલોટ, જેટ એરવેઝ બેચ: 2002-2003

હું ઠાકર હિતેન્દ્ર પ્રવિણચંદ્ર ‌‌‌‌‌‌ઉત્કર્ષ વિદ્યાલય ની ૧૯૮૫ એસ.એસ.સી ની બેચનો પૂર્વ વિદ્યાર્થી છુ. હું વિદ્યાર્થી કાળમાં શાંત તેમજ સરળ સ્વભાવ ધરાવતો હતો. સ્વ:રશ્મિબેન મેઢ જેવા ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાનું શિક્ષણ મેળવ્યું કૌશિકસર , અશોકસર , પૂર્ણિમાબેન તથા દેસાઇ સર જેવા પ્રખર શિક્ષકોને આજે પણ સ્મૃતિમાંથી ભૂલાયા નથી અહીં મને સંપૂર્ણ વિકાસની તક સાંપડી જેમાં ભણતર, ગણતર, વ્યાયામ, શારીરીક શ્રમ, સંગીત, નૃત્ય, ગરબા, જાતજાતની રમતો, ચિત્રકામ, પર્યટન જેવી અનેકવિધ પ્રવૃતિઓનું સંસ્મરણ આજે પણ તાજું છે. જેના થકી જીવનઘડતરના તમામ ગુણો મારામાં ખીલ્યા.

ઠાકર હિતેન્દ્ર પ્રવિણચંદ્ર

ઠાકર એન્જીનીયરીંગ, (ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ) બેચ: 1985

ઉત્કર્ષ વિદ્યાલય બાળકોને ઈતર પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરે છે. મારી રંગમંચ તરફની અભિરુચિ ત્યાંથીજ શરુ થઇ હતી. વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોએ મને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહોતું આપ્યું અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની પ્રયોગશાળાઓ પૂરતી સજ્જ હતી. મારુ એવું ચોક્કસપણે માનવું છે કે ગુજરાતી માધ્યમમાં ભણવા માટે ઉત્કર્ષ વડોદરાની સૌથી કિફાયતી શાળા છે.

સૌમિલ શાહ

વૈજ્ઞાનિક, મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યુશનરી બાયોલોજી, પ્લૂન, જર્મની

અમારા એલ્યુમની નેટવર્કમાં જોડાવા માટે અમારી શાળાની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન ફૉર્મ ભરો. અમે તમને અમારા શાળાના સમુદાયની સાથે જોડાયેલા રહેવા તથા અમારા એલ્યુમની નેટવર્ક દ્વારા પૂરાં પાડવામાં આવતા અનેકવિધ લાભ અને સેવાઓનો ફાયદો ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

ઉત્કર્ષ વિદ્યાલયમાં અમારું માનવું છે કે, શિક્ષણ એટલે ફક્ત જ્ઞાન મેળવવું નહીં પરંત વિદ્યાર્થીઓને વિચારતા કરવા, તેમનામાં સર્જનાત્મકતા ખીલવવી અને તેઓ આજીવન કંઇક નવું શીખવા માટે પ્રેરાય તેની ખાતરી કરવી.

અગત્યની લિંક

લોકેશન

Scroll to Top