કેમ્પસ
અમારું કેમ્પસ એક આવકારદાયક જગ્યા છે, જે અમારા વિદ્યાર્થીઓને ભણવા માટે સલામત અને પ્રેરણાદાયક માહોલ પૂરો પાડે છે.અમે અત્યાધુનિક સુવિધાઓ ધરાવીએ છીએ, જેમાં સુસજ્જ વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય અને રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.અમારી કેમ્પસની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થઈ શકે, જે તેમની શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીનું સંવર્ધન કરે
સ્થળ
શાળા ખૂબ જ અનુકૂળ વિસ્તાર ગદાપુરામાં આવેલી છે, જે શહેરનો એક સમૃદ્ધ રહેણાક વિસ્તાર છે, જ્યાં આવવા-જવાનું ખૂબ જ સરળ બને છે.
પરિસર
ઉત્કર્ષ વિદ્યાલય ખૂબ સારી રીતે રચવામાં આવેલું શૈક્ષણિક બિલ્ડિંગ ધરાવે છે, જે વિદ્યાર્થીઓને જકડી રાખવા, પ્રેરણા આપવા, પરિણામ મેળવવા માટે પ્રોત્સાહિત કરનારા અનુકૂળ માહોલનું સર્જન કરે છે. અસરકારક શિક્ષણને સમર્થન પૂરું પાડવા અને તમારા બાળકના એકંદર વિકાસને પ્રોત્સાહન આપવા માટે તે આધુનિક સુવિધાઓ ધરાવે છે.
- સુવિધાઓ
વર્ગખંડો
વર્ગખંડો એ ભણવા માટેની પ્રાથમિક જગ્યા છે તથા તે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાને સુવિધાજનક બનાવે અને સક્રિય શિક્ષણને પ્રોત્સાહિત કરે તે પ્રકારે તેની રચના કરવામાં આવી છે. દરેક વર્ગખંડ પૂરતો હવા-ઉજાસ, નિયંત્રિત તાપમાન અને સુવિધા ધરાવે છે, જેથી કરીને બાળકની ઉત્પાદકતા અને શૈક્ષણિક ક્ષમતાઓને વધારી શકાય
પુસ્તકાલય
ઉત્કર્ષ વિદ્યાલયનું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો સ્રોત છે, જે માહિતી અને જ્ઞાનનો ભંડાર પૂરો પાડે છે. તે મોકળાશભર્યો, આરામદાયક બેઠક વ્યવસ્થા અને પૂરતો કુદરતી પ્રકાશ ધરાવે છે.
પ્રયોગશાળાઓ
અમારી વિજ્ઞાન અને કમ્પ્યૂટરની પ્રયોગશાળાઓ અમારી શાળાના બિલ્ડિંગના મહત્વના ઘટકો છે. તે વ્યાવહારિક અને પ્રાયોગિક શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે આધુનિક ઉપકરણો અને ટેકનોલોજીથી સજ્જ છે.
સંપર્ક વિગતો
- લાયન્સ હોલ પાસે,, ગદાપુરા ગોત્રી રોડ, વડોદરા- 390007
- +91 88663 32988
- 0265-2352065
- [email protected]
- સોમ - શુક્ર : સવારે 8 થી બપોરે 1